રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી,ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર ચાલુ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી કે, ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટીદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે તેમ જણાવતા હવે PAAS દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત થઈ છે.
PAAS દ્વારા આજે સુરતમાં રવિવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે શહેરના ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર આગોવાનો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો થયા તેનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આજે કમિટિ દ્વારા નિર્ણય કરાયો છે કે, હાલના પ્રાથમિક તબક્કે 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઊમેદવારી કરશે. હજી પણ પાટીદાર સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનોના માર્ગદર્શન લઈ આગળની રણનીતિ નક્કી કરવા સંકેત અપાયો છે.
આમ,હવે ગુજરાતમાં પાટીદારો પોતાનો અલગ ચોકો રચવા જઇ રહયા છે તે વાતને લઈ રાજકારણ ગરમાયુ છે.