વડોદરામાં વાયરલ રોગોના વધી રહેલા કેસ વચ્ચે કોરોનાના કેસ પણ નોંધાઈ રહયા છે, છેલ્લા 36 કલાકમાં કોરોના ના નવા 33 કેસ નોંધાયા છે.
વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 183 છે. હાલમાં હોસ્પિટલોમાં 38 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી વેન્ટિલેટર અને 1 દર્દી ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 184 લોકો ક્વોરન્ટીન છે.
વડોદરામાં આદર્શનગર, એકતાનગર, અકોટા, અટલાદરા, ભાયલી, છાણી, દંતેશ્વર, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, ગોત્રી, જેતલપુર, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, પાણીગેટ સમા, સુભાનપુરા, સુદામાપુરી અને તાંદળજામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વડોદરામાં વધારો જોવા મળી રહ્યો છે અને બાળકો,યુવનોથી લઈ વૃદ્ધ દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહયા છે જેમાં પેટની સમસ્યા થી લઈ તાવ,ઉલટી,ઝાડા અને શરદી-ખાંસી ના દર્દીઓ આવી રહયા છે.