Jio એ દિવાળી 2022 સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈના મેટ્રો શહેરોમાં Jio 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ડિસેમ્બર 2023 સુધીમાં 18 મહિનામાં સમગ્ર ભારતને આવરી લેવા માટે તે ઝડપથી અન્ય શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવામાં આવશે.
Jioની 5G સર્વિસનું પ્રેઝન્ટેશન આપતાં આકાશ અંબાણીએ કહ્યું કે તેની સૌથી રસપ્રદ વાત એ હશે કે તે અલ્ટ્રા હાઇ સ્પીડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ છે. આના દ્વારા દેશભરના દરેક વર્ગખંડમાં ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થશે.
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની આ 45મી એજીએમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી રહ્યા છે. RILના રોકાણકારોની સાથે સાથે કોર્પોરેટ જગતની નજર પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની AGM પર ટકેલી છે.