રાજ્યમાં પોલીસ વિભાગમાં પગાર વધારા માટે ઉઠેલી માંગ બાદ આખરે રાજ્ય સરકારે કરેલીજાહેરાત મુજબ પરિપત્ર બહાર પાડી તા. 1લી ઓગસ્ટથી પગાર-ભથ્થા વધારાની જોગવાઈ અમલમાં મુકતા પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ 1લી ઓગસ્ટથીજ પગાર ભથ્થા વધારો અમલી બનશે,જેમાં
પોલીસ કોન્સ્ટેબલને 4000 અને હેડ કોન્સ્ટેબલને 4500નો વધારો કરાયો છે. ઉપરાંત રજા પગારને લઈ પણ ગુહ વિભાગે ઠરાવ પસાર કર્યો છે.
સરકારની જાહેરાત પછી LRD કર્મીને વાર્ષિક 3 લાખ 47 250 રૂપિયા પગાર મળશે, જ્યારે કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા મળશે, હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર અને ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પગાર વધારા મુદ્દે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
આમ, પોલીસ વિભાગની માંગણી સંતોષાઈ છે અને સરકારે ઓગસ્ટ મહિનાથીજ અમલી બનાવતા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.