આખા દેશમાંથી 25 નેતાનો પ્રચાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો જેમાં ચુંટણીઓ અગાઉ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કનૈયા કુમાર ગુજરાતની સભાઓ ગજવશે.
આ સિવાય કોંગ્રેસના અન્ય રાજ્યના પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રીઓ વગરે ગુજરાતમાં પ્રચાર માટે આવશે. વિષયવાર કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા પ્રચાર માટે મહિલા સંમેલન, રોડ શો, બસ યાત્રા, કોર્નર મિટિંગ કરવા તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન માટે પ્રયાસો કરતી કોંગ્રેસ દરેક ચૂંટણી નજીક આવે ત્યારેજ જીતવા માટે કાર્યક્રમો ઘડે છે અને સામે પક્ષે ભાજપ અને આમ આદમી પાર્ટી ક્યારનાય જનતા વચ્ચે જઈને પોતાનું સ્થાન બનાવી રહયા છે.
કેજરીવાલ અત્યારસુધી કેટલીયવાર ગુજરાતમાં આવી ચુક્યા છે અને ભાજપમાંથી પીએમ મોદી જાતેજ ગુજરાતની ઉપરા ઉપરી મુલાકાતો કરી રહયા છે તે જોતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓજ દેખાઈ રહયા છે તેમાંય મોટાભાગના ભાજપમાં જતા રહયા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે.