રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાવનગર ભાજપમાં જૂથવાદ ઉભો થતા ભાજપની છબી ખરડાતા આખરે સીઆર પાટીલ ભાવનગરની મુલાકાત લે તે અગાઉ જ ભાવનગર ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળિયાએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કારડીયા રાજપૂત સમાજ પર વિવાદિત નિવેદન બાદ કારડીયા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા પ્રમુખના રાજીનામાં ની માંગ ઉઠી હતી અને સતત વિરોધ ઉઠતા તેઓએ તેમણે રાજીનામું આપી દીધુ.
મુકેશ લંગાળિયાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામુ મોકલી આપ્યું છે.
અત્રે નોંધનીય છે કે સી.આર.પાટીલ આગામી તારીખ 3 અને 4 એમ બે દિવસ ભાવનગરની મુલાકાતે જવાના છે.
જોકે, આ બધા વચ્ચે રાજ્યમાં મોડી રાત્રે એવી વાત પણ વહેતી થઈ હતી કે વધુ એક ભાજપના મંત્રીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
જોકે,આ વાતને સત્તાવાર સમર્થન મળી શક્યું ન હતું.