ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપના તોતિંગ પ્રચાર વચ્ચે હવે કોંગ્રેસે પણ પોતાની ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરી છે અને કોંગ્રેસમાં લોકોનો વિશ્વાસ જગાવવા કોંગ્રેસ દ્વારા ’હર હર બુથ, ઘર ઘર બુથ’ના સૂત્ર હેઠળ અભિયાન હાથ ચલાવવામાં આવશે.
આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા કક્ષાથી માંડીને પ્રાદેશિક કક્ષાના એક હજાર નેતાઓને આઇન્ડેન્ટીફાઇડ કરવામાં આવ્યા છે.
આ દરેક નેતાઓ પોતાના બુથના 10 ઘરના પરિવારની દરરોજ મુલાકાત લેશે. 26, 27 અને 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલનારા આ અભિયાન અંતર્ગત ‘એક હજાર’ નેતાઓ દરરોજ 10 બુથોની મુલાકાત લેતાં 30 હજાર બુથ વિસ્તારમાં ફરશે અને સ્થાનિક જનતા સાથે ચર્ચા કરશે.
બાકીના 22 હજાર બુથ માટેના નેતાઓને આઇન્ડેન્ટીફાઇ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે બીજા તબક્કામાં ’હર હર બુથ, ઘર ઘર બુથ’ના અભિયાનને આગળ ધપાવશે.
આમ જનતાના ઘરે ઘરે નેતાઓ જશે અને લોકોની સમસ્યાઓ સાંભળશે.