ચીનના શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોને નિશાન બનાવી તેઓ ઉપર અત્યાચારો કરવામાં આવી રહયા છે,તેઓને વિશ્વના આતંકવાદના પરોક્ષ સમર્થક તરીકે જોવામાં આવે છે,પરિણામે આતંકવાદના નામે મુસ્લિમોનું દમન કરવામાં આવે છે.
મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવી રહયા છે અને મુસ્લિમ પુરુષોની વસ્તી વધે નહિ તે માટે બળજબરીથી નસબંધી કરવામાં આવી રહી છે.
આ દાવો યુએન હ્યુમન રાઈટ્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે કે ચીન આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ કાર્યવાહીના નામે મુસ્લિમો ઉપર અત્યાચાર કરી રહ્યું છે.
યુએન માનવાધિકાર કમિશનર મિશેલ બેચેલેટે તેમના કાર્યકાળના છેલ્લા દિવસે 31 ઓગસ્ટના રોજ ચીનમાં માનવ અધિકારો પર બહુપ્રતીક્ષિત અહેવાલ રજૂ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર રિપોર્ટમાં ચીન પર ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો દાવો કરવામાં આવ્યો છે. આ માનવતા વિરુદ્ધના છે.
ચીનના સુદૂર શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમ લઘુમતીઓ પરના 48 પાનાના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં ઉઇગુર મુસ્લિમો ગુમ થઈ રહયા છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઉઇગુર અને અન્ય મુખ્ય મુસ્લિમ વંશીયતાના સભ્યોની મનસ્વી અને ભેદભાવપૂર્ણ અટકાયત, વ્યક્તિગત અને સામૂહિક રીતે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન, માનવતા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ગુનો છે.
જોકે,ચીને આ અહેવાલને ફગાવી દેતા કહ્યું હતું કે આખોટી માહિતી છે અને ચીનને બદનામ કરવામાં આવી રહ્યું છે.