વડોદરા શહેરમાં કોંગ્રેસમાં જૂથબંધી પ્રવર્તી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીઓ મામલે અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે આ બધા વચ્ચે અહેવાલો મળી રહયા છે કે વડોદરામાં લોકસભાનાં પ્રભારી યશોમતી ઠાકોર અને પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી.
આ ગુપ્ત બેઠકથી કોંગ્રેસમાં અનેક ચર્ચાઓએ રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.
આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા થઇ હોવાનું કહેવાય છે.
કોંગ્રેસમાં હાલ બે પડકાર ઉભા થઇ ગયા છે જેમાં ભાજપની સાથે આમ આદમી પાર્ટી સામે પણ લડવા રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મોંઘવારીથી ત્રસ્ત મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીને આંદોલનો કરીને સત્તાધારી પક્ષને ભીંસમાં લેવા અંગેની રણનીતિ ઉપરાંત વિધાનસભાની બેઠકો માટે ઉમેદવાર વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.