સુરતમાં પાલિકાનું નવું વહિવટી ભવન આગામી ૩૬ મહિનામાં બની જશે જે બનાવવા માટે રૂ. 1080 કરોડનો ખર્ચો થનાર છે, ટેન્ડર શરત મુજબ આખી વડી કચેરી આગામી વર્ષોમાં નવા વહિવટી ભવનમાં શિફ્ટ થઈ જનાર છે ત્યારે નવાઈની વાત એ છે કે હાલની જૂની ચેમ્બરોનું કરોડોના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું હોય પ્રજાના નાણાં નો દુરુપયોગ થઈ રહયાનું સામે આવી રહ્યું છે.
મહાનગર પાલિકાના મુઘલાઈસરી માંજ હાઉસિંગ ખાતા, એકાઉન્ટ ખાતામાં આ ખર્ચાઓનો આંકડો અંદાજે રૂપિયા 5 કરોડથી વધી જાય તેવું ચર્ચાઈ રહ્યું છે. તમામ ઝોનમાં જો તપાસ કરવામાં આવે તો ત્યાંના કાર્યપાલક ઇજનેરો, આસી. કમિશનરોથી લઈ અન્ય અધિકારીઓની ઓફિસો પાછળ પણ મોટા ખર્ચા પાડવામાં આવી રહયા છે.
વિગતો મુજબ સિટી ઇજનેર આશિષ દૂબેની ચેમ્બરમાં ઇન્ટિરિયર સહિત ફેરફાર કરાયા છે,એડી. સિટી ઇજનેર જીએએસ ધવલ પંડ્યાની ચેમ્બર પણ રિનોવેટ કરવામાં આવી છે,ડે.કમિશનર સ્વાતિ દેસાઇએ નિવૃત્ત સી.વાય.ભટ્ટે પૂર્વ તરફ ચેમ્બર-બેઠક વ્યવસ્થા બનાવી હતી તે દૂર કરાવીને વાસ્તુ મુજબ ઉત્તર દિશા તરફ કરાવી હોવાની પણ વાતો ચર્ચામાં છે.
સેક્રેટરી બનતાની સાથે જ સેક્રેટરી વિભાગ કોર્પોરેટ ઓફિસ જેવો બનાવાયો છે, જ્યારે ડે. કમિશનર કમલેશ નાયકે પૂર્વ ડીઓપી જીવણ પટેલની ચેમ્બર ઉત્તર તરફની હતી તેને રિનોવેટ કરાવીને પૂર્વ તરફની બેઠક કરાવી છે જ્યારે એડી. સિટી ઇજનેર જતીન દેસાઇની ચેમ્બર રિનોવેશન કરાયુ છે.
એડી. સિટી ઇજનેર ડી.સી. ભગવાકરની ઓફિસમાં દરવાજા સહિતના ઇન્ટિરિયર ફેરફાર કરાયા છે.
ડે.કમિ. કિનખાબવાલાએ ડોર સહિત ઇન્ટિરિયર બનાવડાવ્યું છે.
ડે. કમિ. ધર્મેશ મિસ્ત્રીની ચેમ્બર બીજા માળે રિનોવેશન ઇન્ટિરિયર તેમજ અન્ય વિભાગો, ઝોનના ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરોમાં રિનોવેશનો થયાં છે.
પદાધિકારીઓ પણ ખર્ચા કરવામાં પાછળ નથી અને પોતાની ચેમ્બરો ને રિનોવેશન, ઇન્ટિરીયર ડેકોરેશન, લેડ લાઇટિંગો, ફર્નિચર સહિતના બાથરૂમ-ટોયલેટમાં પણ નિતનવા ફેરફારો પાછળ ખર્ચાનો દૌર ચાલતો જ જાઇ છે. અગાઉ ડે.મેયર નિરવ શાહની ચેમ્બરનું રિનોવેશ ચર્ચામાં આવ્યું હતું. તાજેતરમાં શાસક પક્ષ નેતા અમીતસિંહ રાજપૂત પોતાની ઓફિસ કોર્પોરેટ ઓફિસ જેવી બનાવી તેમાં 40 હજારની તો ખુરશી લેવાની તૈયારી હતી. સ્થાયી ચેરમેન પરેશ પટેલે બાથરૂમ-ટોયલેટ દૂર કરીને એન્ટિ ચેમ્બર મોટી કરી નાખી છે.
નવા વહિવટીની તૈયારી છતાં આડેધડ કરાઈ રહેલા ખર્ચા મામલે હવે ચર્ચાઓ ઉઠવા પામી છે અને જનતાના નાણાં નો ખોટો વ્યય ગણાવ્યો છે.