ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં કરૂણ મોત થયું હોવાના અહેવાલ છે
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની મરસીડીઝ કાર ને રોડ અકસ્માત નડતા તેઓનું કરૂણ મોત થઈ ગયું છે.
વિગતો મુજબ મુંબઈ નજીક પાલઘરમાં આ અકસ્માતની ઘટના બની છે,અકસ્માત માં ગંભીર ઘાયલ થયેલા મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
અત્રે નોંધનીય છે કે ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.