રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગનો પ્રચાર જોવા મળી રહ્યો છે અને નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થાય તેવી વાતો સાંભળવા મળી રહી છે.
રાજ્યની વિધાન સભાની ચૂંટણી પહેલી અથવા બીજી નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુત્રોનું માનીએ તો આગામી તા. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે.
આ દિવસને દેશમાં રાષ્ટ્રિય એક્તા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી દરમિયાન જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે જેમાં બે તબક્કામાં ચૂંટણીના મતદાન માં પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, તો બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જાહેર થઈ શકે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે અને ચૂંટણીની જાહેરાત થવાની ગણતરી હોવાનું જાણકારો નું કહેવું છે.
જોકે,આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.