રાજ્યમાં રોડનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને કમ્મર તૂટી જાય તેવા મોટા ખાડાઓ વાહનમાં ખર્ચાઓ વધારી રહયા છે અને આ રોડ ઉપર અપડાઉન કરતા ટ્રક અને બસ ચાલકોની કમમરની વાટ લગાડી રહયા છે ત્યારે મુંબઈ કે વલસાડથી વડોદરા આવો ત્યાં સુધીમાં માંડ બચ્યાનો અનુભવ થયા વગર રહે નહીં.
માર્ગ મકાન વિભાગના મંત્રી પાસેથી ખાતું લઈ લેવાયું પણ રસ્તાઓ ની હાલતમાં કઇ સુધારો થયો નથી ક્યાંક ક્યાંક થિંગડાં મારવાની પ્રક્રિયા ચાલે છે.
સત્યડેના પત્રકાર પોતે રિયાલિટી ચેક કરવા વલસાડ-દાહોદ બસની રૂટની બસમાં તા.7 મી સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા છ વાગ્યાની બસમાં બેઠા ત્યારે તૂટેલા રોડને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ જાતેજ અનુભવી અને આ બસ વલસાડથી વડોદરા પહોંચી ત્યારે પોણા બે વાગ્યે પહોંચી તે જોતા સમજી શકાય કે પેસેન્જરની હાલત શુ થતી હશે, અરે રોજ આવા રસ્તા ઉપર બસમાં ડ્રાઇવર-કંડકટરની નોકરી કરતા કર્મચારીઓની શુ હાલત થતી હશે ?
અહીં જોવા મળ્યું કે નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ સુધીના 75 કિમી વિસ્તારમાં જ 5 જેટલા બોટલ નેક સ્પોટ છે.
જે જીવલેણ અકસ્માત સર્જી શકે છે, અહીં પુલ પહોળા કરવાની કે બાજુમા નવો પુલ બનાવવાની અત્યંત જરૂર છે.
ભરૂચ-વડોદરા વચ્ચેના 75 કિમિના અંતરમાં અચાનક રોડ સાંકડા થઇ જાય છે કારણકે જ્યારે જ્યારે વાહનોની કતાર લાગી જાય ત્યારે સમજી જવાનું કે આગળ સાંકડો પૂલ છે અને રેડ સિગ્નલ દર્શાવે કે આગળ સેંકડો માર્ગ છે અહી પાંચ જેટલા આવા બોટલ નેક છે આ પુલને પહોળા કરવા કે પછી સમાંતર પુલ બનાવવા જરૂરી છે. 5 પૈકીના એક સ્થળ ભરૂચ પાસેના ભૂખી ખાડી ઉપર અન્ય પુલ બનાવવાનું કાર્ય શરુ કર્યું છે.
અકસ્માતો ઉપરાંત આ જગ્યા ઉપર રસ્તો ત્રણમાંથી બે માર્ગીય થઇ જતો હોવાથી ટ્રાફિક જામની પણ સમસ્યા રહે છે.
પોર અને બામણગામ પાસે આવેલા બે બોટલ નેક ઉપર વારંવાર અકસ્માતો ની ઘટના સામે આવતી હોય છે.
તૂટેલા રોડ તો ખરાજ પણ અહીં અકસ્માતોની બોટલ નેક સ્પોટમાં આ જગ્યા ખૂબ જોખમી કહી શકાય તેવા સ્થળોમાં દુમાડ અને દેણા વચ્ચેનો વિશ્વામિત્રી બ્રિજ,જામ્બુઆ બ્રિજ, પોર નજીક આવેલો પુલ,બામણગામ નજીકનો પુલ,ભરૂચ નજીક ભૂખી ખાડી પારનો પુલ વગરે જગ્યાઓ ખુબજ જોખમી છે, આગળ ટોલ નાકા ઉપર ટોલ વસૂલ કરી લેવાય છે પણ સુવિધા મુદ્દે આંખો બંધ કરી લેવાય છે ત્યારે વાહન ચાલકો અને પ્રજાએ માત્ર તમાશો જોવો પડે અને ચલાવી લેવું પડે તેવી વાસ્તવિકતા જણાય આવે છે તૂટેલા રોડ અને હેરાન થતા બુઝુર્ગ પેસેન્જર એવું કહેતા સંભળાયા કે ‘નેતાઓ એ ખરેખર બસમાં મુસાફરી કરવી જોઈએ જો મહિના નો ખાટલો ન આવેતો કહેજો….!!!