સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને બંધ કરાવવા નીકળેલા નેતાઓને પોલીસ સાથે માથાકૂટ થયાના બનાવો બન્યા હતા.
અમરેલી જિલ્લામાં અમરેલી શહેર બાબરા અને સાવરકુંડલામાં બંધ કરાવવા માટે કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા હતા.
દરમિયાન બંધ કરાવવા નીકળેલા લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી.
જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે રોડ વચ્ચે બેસી ચકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોલીસ સાથે માથાકૂટ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.
જ્યારે જામનગરના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો દુકાનો બંધ કરાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
આમ રાજ્યમાં બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયતની ખબર આવી રહી છે.