મોંઘવારી મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું છે ત્યારે આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ચક્કાજામ કરી ટાયર સળગાવી વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
અત્રે નોંધનીય છે કે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કર્યા બાદ આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી પડ્યા હતા અને આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી.
અમદાવાદમાં NSUIના કાર્યકરોએ AMTS બસ અને ઇન્ડિયન ઓઇલની ટ્રક રોકી હતી જોકે,પોલીસ આવતા જ કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
દરમિયાન અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી હતી.