કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપી દીપક ઉર્ફે મુંડીને તેના બે સાથીઓ કપિલ પંડિત અને રાજીન્દર સાથે ધરપકડ કરી છે.
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો ફરાર આખરી શૂટર ‘દીપક મુંડી’ ઝડપાઇ ગયો છે.
છેલ્લા બે દિવસથી અમૃતસરના સરહદી વિસ્તારમાં પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરી તેને ઝડપી લીધો છે. જાણવા મળતી વિગતો અનુસાર એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં દીપક મુંડીની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસને લગભગ 60 દિવસ વીતી ગયા છે ત્યારે દીપક મુંડી માંડ પોલીસને હાથ લાગ્યો છે.