—દાદરા,નગર હવેલીની જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમા થી 17 બેઠકો પર JDU ના ઉમેદવારો જીત્યા હતા, જેમાંથી JDUના 15 સભ્યો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા
—પ્રદેશ અધ્યક્ષે બે બે વખતની હાર બાદ પોતાની જવાબદારી સ્વીકારી હોદ્દાનો ત્યાગ કરવો જોઈએ, પણ તેનાથી ઉલટું 2024 ની લોકસભા ચૂંટણીમાં ત્રીજીવાર નાક ના કપાય એવા ભય સાથે દાદરા,નગર હવેલીની જિલ્લા પંચાયત હસ્તગત લેવાનો વ્યૂહ રચ્યો ?
— 2019 માં સ્વ.મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ અને ભાજપાના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા,ત્યારબાદ 2021માં લોકસભાની પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન ડેલકર શિવસેનાના બેનર હેઠળ જવલંત વિજય મેળવી 3D પ્રદેશ ભાજપા અધ્યક્ષનું નાક વાઢી નાખ્યું હતુ હવે 2024માં જનતા નક્કી કરશે તેવો ઘાટ સર્જાયો છે
આખરે દમણમાં નાટયાત્મક રીતે રાજકીય સમીકરણો બદલાયા છે અને લોકોમાં એકજ ચર્ચા છે કે આ પાટલી બદલું નેતાઓનો કોઈ ભરોસો નહિ. હાલમાં ભાજપના ચાલી રહેલા કથિત ભરતી અભિયાનમાં અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહયા છે,પ્રજાએ જે પાર્ટી માટે નેતાઓને ચૂંટીને મોકલ્યા હતા તેઓ પાર્ટી બદલી રહયા હોવાનો માહોલ છે ત્યારે દાદરા,નગર હવેલી-દમણ,દીવ પ્રદેશમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલા મિશન લોટસ વચ્ચે દાદરા,નગર હવેલી જિલ્લા પંચાયત જે JDU હસ્તક હતી તેને ગમે તે રીતે તોડી ભારતીય જનતા પાર્ટી પોતાના હસ્તક કરવા ઇચ્છતી હતી, જેમાં આજે ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે.
દાદરા,નગર હવેલીની જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમા થી 17 બેઠકો પર JDU ના ઉમેદવારો જીત્યા હતા, જેમાંથી JDU ના 15 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ વિધિવત દાદરા,નગર હવેલીની પ્રજાનો વિશ્વાસ તોડીને જોડાયા છે,
લોકચર્ચા મુજબ ભારતીય જનતા પાર્ટી હાલમાં દેશની મોટી રાજકીય પાર્ટી છે, જેને એક જિલ્લાની જિલ્લા પંચાયતમાં આટલો બધો રસના હોય, પણ જે જિલ્લામાં બે બે વખત ભારતીય જનતા પાર્ટીનું નાક કપાયું હોવા છતાં પ્રદેશ અધ્યક્ષે જેતે સમયે જવાબદારી પણ સ્વીકારી ન હતી.
ખરેખર તો પ્રદેશ અધ્યક્ષે બે બે વખતની હાર બાદ પોતાની જવાબદારી સ્વીકારી હોદ્દાનો ત્યાગ કરવો જોઈએ, પણ તેનાથી ઉલટું 2024 ની લોકસભા ચૂંટણીમાં ત્રીજીવાર નાક ના કપાય એવા ભય સાથે દાદરા,નગર હવેલીની જિલ્લા પંચાયત હથિયાવી લેવાનો વ્યૂહ રચ્યો હોવાનું કહેવાય છે અને તેમાંય વ્યૂહ તો રચી નાખ્યો પણ પ્રદેશ અધ્યક્ષમાં તો એ આવડત છે નહીં એટલે આ જવાબદારી આવી પ્રદેશ ભાજપાના નાના પદાધિકારીઓ ઉપર જેઓને આખરે સફળતા મળી હોવાનું કહેવાય છે.
જોકે, સ્થાનિક વિસ્તારમાં ચાલતી અટકળો મુજબ જે રીતે 2019 માં સ્વર્ગીય મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ અને ભાજપાના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીત્યા હતા, તેમના 2021 મા અકાળે મૃત્યુ બાદ લોકસભાની પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન ડેલકરે શિવસેનાના બેનર હેઠળ જવલંત વિજય મેળવી 3D પ્રદેશ ભાજપા અધ્યક્ષનું નાક વાઢી નાખ્યું હતું, હવે આ વ્યૂહરચના મા સફળતા મેળવીને 3D પ્રદેશના ભાજપાના પદાધિકારીઓ 2024 મા પ્રદેશ અધ્યક્ષની આબરૂ બચાવી શકશે ખરા ? કે પછી દાદરા,નગર હવેલીની પ્રજા 2024 મા ફરીથી ભાજપાને ધોબી પછાડ આપશે ?
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અરુણાચલ પ્રદેશમાં એકલા જેડી(યુ) ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તાજેતરમાં મણિપુરના સાતમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. વિપક્ષને એક કરવાના અભિયાનમાં લાગેલા નીતિશને ભાજપે હવે વધુ એક મોટો ઝટકો આપ્યો છે.