ગુજરાતમાં ડ્રગ્સ પકડાવુ હવે જાણે સામાન્ય બની ગયું છે અને ઉપરા ઉપરી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી હોવાના અહેવાલ છે.
કોસ્ટગાર્ડની ટીમે ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી જેમાં આ ડ્રગસનો જથ્થો મળી આવ્યો હતો,આ ઓપરેશનમાં તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વાતતો એ છે કે પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને આ ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.
ડ્રગસનો કારોબાર જેલમાંથી ચાલી રહ્યું હોવાનું બહાર આવતા અનેક ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.