કોગ્રેંસની ભારત જોડો યાત્રાના પાંચમા દિવસે કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ પરથી ખાખીના હાફપેન્ટનો ફોટો પોસ્ટ કર્યો હતો, કોંગ્રેસે આ પોસ્ટમાં RSSના ખાખીનું હાફપેન્ટનો એક ભાગ સળગતો બતાવ્યો હતો, સાથે કેપ્શનમાં લખ્યું હતું કે અમે દેશમાં ચાલી રહેલી નફરતથી લોકોને મુક્ત કરવાના અને ભાજપ-RSSને નુકસાનની ભરપાઈ કરવાના અમારા લક્ષ્ય સુઘી પહોંચીશું.
તેના જવાબમાં આસામના CM હેમંત બિસ્વા સરમાએ એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં હતા.
આ તસવીરની સાથે તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો? એની સાથે તેમણે #BharatTodoYatri હેશટેગ પણ લગાવ્યો
તસવીરમાં નેહરૂએ RSSની ખાખી હાફપેન્ટ નહીં, પરંતુ કોગ્રેંસના સેવાદળનો યુનિફોર્મ પહેર્યો છે. કોગ્રેંસ સેવાદળની સ્થાપના 28 ડિસેમ્બર 1923ના રોજ થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ સંસ્થાની યુનિફોર્મમાં હાફપેન્ટ હતી. પછી, યુનિફોર્મ બદલીને સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને સફેદ કેપ કરવામાં આવ્યો હતો. 2018માં સેવાદળનો યુનિફોર્મ બદલીને ટી-શર્ટ, બ્લૂ જીન્સ અને સફેદ કેપ કરવામાં આવ્યો. આ સિવાય, સેવાદળના કાર્યકર્તા પૂર, ભૂકંપ કે કોઈપણ દુર્ધટના વખતે દેશભરમાં નિ:શુલ્ક સેવા આપે છે
150 દિવસની ભારત જોડો યાત્રાના પાંચમા દિવસે કોંગ્રેસે આ તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે દેશને નફરતમાંથી બહાર લાવવા માટે 145 દિવસ બાકી છે. આ પછી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. ભાજપના નેતાઓેએ કોગ્રેંસ પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો હતો. કેટલાક નેતાઓેએ લખ્યું હતું કે ‘કોંગ્રેસે 1984માં શીખ રમખાણો કરાવ્યાં હતાં. કોંગ્રેસે અંતે માની લીધું કે તેઓ દેશને સળગાવી રહ્યા છે.’
RSSના કાર્યકર્તા ડો. મનમોહન વૈદ્યે રાયપુરમાં પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ લોકોને નફરતથી જોડવા માગે છે. તેમના બાપ-દાદા પણ સંઘનો તિરસ્કાર કરતા હતા અને પૂરી તાકાત સાથે સંઘને રોકવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ સંઘ રોકાયો નહોતો અને તેઓ સતત આગળ વધતા રહ્યા.
આમ,આ વિવાદ સતત ચાલુ રહ્યો છે અને ભાજપ અને RSS મોકો મળે એટલે સતત વળતો પ્રહાર કરી રહયા છે.