ગુજરાતના માછીમાર પરિવારોને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે.
કોંગ્રેસ દ્વારા ગુજરાતના માછીમારોને 14 પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી.
કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં જણાવ્યું હતું કે જો ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થશે તો તેના પરિવારને રૂ.10 લાખ અને જ્યાં સુધી માછીમાર જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના 400 રૂપિયાની કોંગ્રેસ સહાય આપશે એટલેકે દર મહિને રૂ.12000ની ચુકવણી કરવામાં આવશે.
અમદાવાદ ખાતેથી આ મુજબની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષના શાસનમાં ભાજપે માછીમારોના હક્ક ઝૂંટવી લીધા છે તેથી ભાજપની સરકારને હટાવીને 2022માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માછીમાર ભાઈઓ માટે 27 વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પુનઃ જીવિત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફિશિંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માછીમારો માટેના 14 સંકલ્પ-ગેરંટીની જાહેરાત કરી હતી.
આમ,કોંગ્રેસે વિધાનસભા અગાઉ માછીમારો ને વાયદો કરી પૈસા ચુકવવાની પાક્કી ગેરંટી આપી છે.