દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આગળના ગેટ પર અર્બુદા સેનાના કાર્યકરોની ભીડ જામતા સવારે 12 કલાકે વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના ગેટથી લેવામાં આવ્યા હતા. જેમાં સાંજે 4 વાગ્યે કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરીને રજૂ કરવાના હોવાની જાણ થતાં જ અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઉમટી પડતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સમર્થકોની ભીડ જામતા વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં લાબી દલીલો બાદ 4 વાગ્યે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિના મામલામાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી જેમાં 800 કરોડનું કૌભાંડ થયાનું જણાતા પોલીસે વિપુલ ચૌધરી અને તેમના PA શૈલેષ પરીખની ધરપકડ કરી હતી
આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.