ભાજપ દ્વારા PM મોદીજીના જન્મ દિવસની ઉજવણી સેવા અભિયાન પખવાડિયા તરીકે કરવાનું નક્કી કર્યું છે જેનો પ્રારંભ આજથી થશે.
ભાજપ 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમનો જન્મદિવસ ઉજવશે. પાર્ટીએ તેનું નામ સેવા અભિયાન પખવાડિયા રાખ્યું છે. આ અંતર્ગત તમામ જિલ્લાઓમાં વિવિધતામાં એકતાની ઉજવણી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ PM મોદીના 72માં જન્મદિવસ પર બધા કાર્યકર્તાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં અલગ-અલગ કાર્યક્રમ કરાવશે.
આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ સંચય અભિયાન, વિકલાંગ વ્યક્તિઓમાં સાધન-સામગ્રી વિતરણ, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવશે.
2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ખાદી અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ પણ આ સમયગાળા દરમિયાન યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.