રાજ્યમાં થયેલી 22 IPSની બદલીઓમાં સુરતના 7 આઈપીએસ પૈકી 6 IPSની સુરતમાં જ આંતરિક બદલીના થઈ છે.
સાત પૈકી માત્ર એકજ IPS રાજકોટ અને અમદાવાદથી એક IPSની સુરત બદલી થઈ છે.
6 IPSની સુરત પોલીસમાં આંતરિક બદલી થઈ હોય તેવું કદાચ પ્રથમવાર બન્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
સુરતમાં નવા પોલીસ સ્ટેશનો શરૂ થતાની સાથે હવે વધુ બે ઝોન બનાવવાની તૈયારી ચાલી રહી છે. જેના માટે સુરત પોલીસે ઝોન-5 અને ઝોન-6 શરૂ કરવા માટે ડીસીપી કક્ષાના અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન જે આઇપીએસની સુરતમાંજ બદલી થઈ છે તેવા ઓફિસરોમાં જે.એન દેસાઈની સ્પેશિયલ બ્રાન્ચ માંથી લાજપોર જેલ સુપ્રી. તરીકે બદલી થઈ છે જ્યારે હર્ષદ મહેતાની સુરત ઝોન 4 માંથી સુરત ઝોન 5, સાગર બાગમાર ની સુરત ઝોન 3 માંથી સુરત ઝોન 4,ભાવના પટેલ સુરત ઝોન 2 માંથી સુરત ઝોન 6,ઉષા રાડા ને ટ્રાફિક પોલીસ માંથી સુરત ઝોન 3,આરટી સુસારા કંટ્રોલ રૂમ માંથી સુરત ઝોન 1, ભગીરથ ગઢવીને અમદાવાદ થી સુરત ઝોન 2 અને એસ વી પરમાર સુરત ઝોન 1 માંથી રાજકોટ ઝોન1માં બદલી થઈ છે.