મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતી કવિતા ચાવલા ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક છે જે એક કરોડ રૂપિયા જીતી ગઈ છે.
કવિતા સાડા સાત કરોડ રૂપિયાનો છેલ્લા સવાલનો જવાબ આપવાનું હજુ બાકી છે.
કવિતા વર્ષ 2000થી આ શોમાં ભાગ લેવા માગતી હતી અને લગાતાર પ્રયાસ બાદ 21 વર્ષે તે સ્પર્ધા સુધી પહોંચી ગઈ છે.
કવિતાએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું, ‘અહીં સુધી આવવા બદલ હું ઘણી જ ખુશ છું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો છે. હું એક કરોડ જીતનારી પહેલી સ્પર્ધક બની છું.
મારો દીકરો વિવેક ને પિતા મારી સાથે મુંબઈમાં છે. મારા પરિવારમાં કોઈને ખ્યાલ નથી કે હું એક કરોડ રૂપિયા જીતી ચૂકી છું. હું ઈચ્છું છું કે તેઓ આ શો જુએ અને તેમને સરપ્રાઇઝ મળે.’
કવિતાએ બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
કવિતાએ કહ્યું હતું, ‘આ શોને કારણે હું સતત વાંચતી હતી. વર્ષ 2000માં જ્યારે આ શો શરૂ થયો ત્યારથી હું આ શોમાં ભાગ લેવા માગતી હતી. ગયા વર્ષે હું ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. આ વર્ષે હોટ સીટ પર બેસવાનું મારું સપનું સાકાર થયું. જ્યારે હું મારા દીકરાને ભણાવતી ત્યારે તેની સાથે હું ઘણું બધું શીખતી હતી
કવિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે જીતેલી રકમનું શું કરશે? તો જવાબ આપ્યો હતો, ‘હું દીકરાને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલીશ. જો હું સાડા સાત કરોડ રૂપિયા જીતી જઈશ તો મારા માટે બંગલો બનાવીશ ને આખી દુનિયામાં ફરીશ.’
આમ કોન બનેગા કરોડપતિ માં રકમ જીત્યા બાદ તેઓએ પોતાના સપના પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.