વડોદરામાં છુટા છવાયા ઝાપટાં વચ્ચે ફરી આજે રવિવારે બપોરે વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી.
સવારે એકંદરે તડકો નીકળ્યા બાદ બપોર પછી અઢી વાગ્યાના અરસામાં આકાશમાં અચાનક વાદળો ચડી આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો.
શહેરના ગોત્રી વિસ્તારમાં વરસાદ પડતાં રસ્તા ઉપર પાણી ભરાઇ જવા પામ્યા હતા અને છત્રી અને રેઇનકોટ વગર બહાર નીકળેલા લોકો પલળી ગયા હતા ગતરોજ સાંજે પણ જોરદાર વરસાદી ઝાપટું પડતા બજારમાં નીકળેલા લોકો ભીંજાઈ ગયા બાદ આજે બપોર બાદ અચાનક વરસાદ પડતા લોકોએ ભીંજાવાની મોજ માણી હતી.