રાજ્યમાં હત્યા,મારામારી,બળાત્કાર જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યુ છે રાજ્યમાં એકલા સુરતનીજ વાત કરવામાં આવેતો માત્ર સુરતમાંજ એક મહિનાના સમયગાળામાં 13 જેટલી દુષ્કર્મ અને એક ગેંગરેપની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
સપ્ટેમ્બર મહિનાના 17 દિવસમાં જ 9 જેટલા રેપના કેસ નોંધાયા છે,જે ખુબજ ગંભીર બાબત કહી શકાય.
કોર્ટમાં પણ છેલ્લા એક મહિનામાં દુષ્કર્મના 9 કેસમાં ચુકાદા આવ્યા છે. જેમાંથી 7 કેસમાં આરોપીઓને 20 વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી છે.
જ્યારે બે કેસમાં 10 વર્ષની સજા ફટાકારવામાં આવી છે. કોર્ટ પણ હવે દુષ્કર્મના કેસમાં આરોપીઓને ઝડપથી સજા કરી રહી છે, છતાં હવસખોરોમાં કાયદાનો જાણે કોઈ ડર રહ્યો જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હજુપણ કડક કાયદા અમલમાં આવે તેવું લોકો ઇચ્છી રહયા છે.