રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા 10 દિવસથી જાહેર કાર્યક્રમોથી દૂર રહી ખાસ સારવાર લઈ હવે એકદમ ફિટ થઈ સીઆર પાટીલ પરત ફર્યા છે.
પ્રદેશ ભાજપ-પ્રમુખ CR પાટીલે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે 10 દિવસ નેચરોપથીની સારવાર લીધા બાદ 3 દિવસ સુધી ઘી પીવા સાથે ઓઇલ મસાજ તેમજ પાઉડર મસાજ લીધા હતા પરિણામે તેઓના આંખ નીચેના કાળા કુંડાળા પણ દૂર થયા હતા અને 10 દિવસમાં 98 કિલોમાંથી વજન 92 કિલો વજન ઘટાડી ફિટ થયા છે.
સુરત આવ્યા બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પીએમ મોદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ ખૂબ ચિંતા કરે છે, જેના ભાગરૂપે સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો, જે માટે પ્રધાનમંત્રીએ આયુષની આયુર્વેદ ઈન્સ્ટિટયૂટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરતા તેઓએ સારવાર લીધી હતી.
આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.