વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સામે કહ્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો નથી,મેં તમારી સાથે આ અંગે ફોન પર વાત કરી હતી,આજે આપણે શાંતિ અને પ્રગતિના માર્ગ પર કેવી રીતે આગળ વધી શકીએ તેની ચર્ચા કરવાની તક મળશે.
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં ઉચ્ચ સ્તરીય સત્રમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ખરેખર આ યુદ્ધનો સમય નથી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે આ વાત કહી હતી
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. આ સમય પશ્ચિમ સામે બદલો લેવાનો કે પૂર્વ સામે પશ્ચિમનો વિરોધ કરવાનો નથી. આપણા સાર્વભૌમ જેવા દેશો માટે આગળના પડકારોનો સામનો કરવા માટે એકસાથે આવવાનો સમય આવી ગયો છે.
વડા પ્રધાન મોદીને જવાબ આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ યુક્રેન સંઘર્ષમાં ભારતની સ્થિતિથી વાકેફ છે અને ઇચ્છે છે કે આ બધું (યુદ્ધ) વહેલી તકે સમાપ્ત થાય.