વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓએ ફિનાઇલ પીને આપઘાત કરવાના પ્રકરણમાં કથિત રીતે જેલ સુપ્રિટેન્ડેન્ટની હેરાનગતિ અને મારપીટને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની વાતો બાદ હવે નવી વાત સામે આવી છે.
વડોદરાના ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે જેલના કેદીઓએ ફિનાઇલ નહિ પણ સાબુ અને પાણી પીધું છે, ટિફિન બાબતે થયેલા ઝગડામાંમાં તેઓએ સાબુનું પાણી પીધું હતું, સ્થિતિ સ્થિર છે. ચિંતા નહિ અને જેલ અધિક્ષક દ્વારા ત્રાસનો કોઈ સવાલજ નથી. હાલ તો આ મામલે તપાસ ચાલુ હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરાયેલા કુલ 7 કેદીઓમાં
1. હર્ષિલ લિંબાચીયા
2. અભિ આનંદ ઝા
3. માજીદ ભાનો
4. સલમાન ખાન પઠાણ
5. સાજીદ અકબર કુરેશી
6. સોહેબ કુરેશી
7. આકાશ તોફાની
નો સમાવેશ થાય છે.
જોકે,વડોદરાના હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી જેલ તંત્ર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, મને જેલમાં ત્રાસ આપે છે. જેલના સાહેબ મને હેરાન કરે છે. મને હાઈ સિક્યોરિટીમાં મૂકી દીધો છે. સાહેબ મારી પાસેથી હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માગણી કરે છે. અન્ય કેદીએ જણાવ્યું હતું કે, સુપરિટેન્ડેન્ટ બહુ ત્રાસ છે. જેલમાં બહુ ત્રાસ આપી રહ્યા છે. બહાર નીકળવા દેતા નથી. બંધ રાખે, ટિફિન ન આવવા દે, ટિફિન આવે તો અલગ કરી નાંખે, ગેટથી અમારું ટિફિન ઢોળી નાંખે, જમવાનું પુરું ન આવવા દે, આથી અમે કાળી ફિનાઈલ પીધી છે. બધા કાચા કામના કેદી છે.
નોંધનીય છે કે, હર્ષિલ લિંબાચીયા સામે એડમીશન અને નોકરી મામલે છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાયેલી છે. જ્યારે અભી ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આ બન્ને આરોપીઓ સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી લેતા એસએસજી હોસ્પિટલ ખાતે લાવવવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.