દિલ્હી બાદ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ સીએમ અરવિંદ કેજરીવાલ ખૂબ જ ઉત્સાહિત છે, હવે તેઓ ગુજરાત વિધાસભાની ચૂંટણીઓમાં પોતાનું સ્થાન બનાવવા સતત પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગેલા છે. કેજરીવાલ એવા રાજ્યોની પણ મુલાકાત લઈ રહ્યા છે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે.
આ સાથે તેઓ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં પણ વ્યસ્ત છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ બાદ હવે આમ આદમી પાર્ટી રાજસ્થાનમાં પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ હવે રાજસ્થાનમાં પણ પોતાનું સ્થાન બનાવવા સક્રિય થયા છે.
હાલમાં ભાજપ સામે ટક્કર લઈ રહેલા કેજરીવાલ માત્ર દિલ્હી મોડલ,પંજાબ મોડલ માં ફ્રી શિક્ષણ,વીજળી અને યુવાનોને વધુને વધુ રોજગાર અને ધંધો કરનાર સાહસિકોને પ્રાધાન્ય આપવા જેવી વાતો જનતાને કહી રહ્યા હોય ઠેરઠેર તેઓને મળી રહેલા પ્રતિસાદ વચ્ચે હવે રાજસ્થાનમાં પણ ચૂંટણી જંગ લડવા અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.