‘હિંદુ-મુસ્લિમનું DNA એક છે એવું નિવેદન ભાગવતજી એ આપ્યા બાદ, અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઈમામને જ્યારે આ અંગે પત્રકારે સવાલ કર્યોકે તમે આ વિશે શું કહેશો?
તેના જવાબમાં ઇમામે કહ્યું કે હા તે સાચું છે, કારણ કે તેઓ રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ છે.” તેઓએ જે કહ્યું તે યાગ્ય છે.
સહ સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલ અને સંઘના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમાર, રામલાલ અને હરીશ કુમાર પણ ભાગવત સાથે બેઠકમાં હાજર રહ્યા હતા.
સંઘ પ્રમુખની આ બેઠક દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને હિંદુ-મુસ્લિમ વચ્ચેના અંતરને દૂર કરવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. RSS સુપ્રીમોની મુસ્લિમ ધાર્મિક નેતા સાથેની આ પ્રથમ મુલાકાત છે. બંને વચ્ચે દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બંધબારણે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી
RSSના નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સંઘના વિચારોનો પ્રચાર કરવા અને ધાર્મિક સમાવેશના વિષયને પ્રોત્સાહન આપવા માટે આ બેઠક ઈમામો સાથે યોજાઈ હતી. બેઠકમાં જ્ઞાનવાપી વિવાદ, હિજાબ વિવાદ અને વસ્તી નિયંત્રણ જેવા તાજેતરના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.