ACBની તપાસમાં ખુલાસો :- વિપુલ ચૌધરીના 66 બેંક એકાઉન્ટ, ટેક્સાસમાં 8 કરોડની પ્રોપર્ટી સહિત ઘણુંબધું !!હવે ED તપાસ કરશે
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના રૂ. 800 કરોડના કથિત કૌભાંડ મામલે એસીબીની ચાલી રહેલી તપાસમાં
ચૌધરી પરિવારના 21 સહિત અને તેમની કંપનીઓને 66 બેંક એકાઉન્ટની વિગતો ઉપરાંત ચાર કંપની માત્ર કાગળ ઉપર હોવાનું અને દીકરાના નામે ટેક્સાસમાં 8 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)ને જાણ કરવામાં આવતા હવે ઇડી પણ કાર્યવાહી કરશે.
વિપુલ ચૌધરીના ભાગેડું દીકરા અને ગીતાબહેન વિરુધ્ધ લુક આઉટ નોટિસ જારી કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ચાર કંપનીઓ ફક્ત કાગળ પર હતી અને તેના ઇન્કમટેક્સ ભરાય છે, પરંતુ કંપનીઓની ઓફિસ કોઇ જગ્યા પર નથી. 26 પાનકાર્ડ આધારે ઇન્કમટેક્સ પાસેથી વિગતો ACBએ મંગાવી છે. એન્ટી કરપ્શન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
તપાસમાં વિપુલ ચૌધરીની તપાસ દરમિયાન અનેક પુરાવા મળ્યા છે. જેમાં તેમના જ 5 બેંક એકાઉન્ટમાં 250 કરોડના વ્યવહારો થયા હોવાનું તેમજ વિપુલના 5, તેની પત્નીના 10, તેમના પુત્રના 6 બેંક એકાઉન્ટ મળ્યા છે. ત્યારે કંપનીઓના એકાઉન્ટ સહિત 66 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. તમામ બેંક એકાઉન્ટના વ્યવહારોની વિગતો બેંક પાસે મંગાવવામાં આવી છે.
પોલીસને 26 બેંક પાનકાર્ડ મળી આવ્યા છે. તેના આધારે ઇન્કમટેક્સમાંથી વિગતો મંગાવવામાં આવી છે. અમુક ઇન્કમટેક્સ પાસે પણ માહિતી છુપાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લોકરોની માહિતી બેંક પાસે મંગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચોક્કસ લોકર મળી આવ્યા નથી. પત્ની અને પુત્રને ભાગેડું જાહેર કરી દીધા છે. તેઓ વિદેશ જતાં ન રહે તે માટે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.