સુરતમાં દૌલા અંજુમ સુરત , બાટલીવાલા સરફરાઝ સુરત, હેવમોર મોબાઇલ સુરત, માચીસ વાલા હુસેન સુરત, નિઝામ સુરત (નિઝામ આઈ શોપ) દ્વારા GST ચોરી થઈ રહ્યાની વાતોએ સમગ્ર રાજ્યના મોબાઈલ બજારને હચમચાવી નાખ્યું છે અને મોટા મગરમચ્છ થી નાના ૧૦૫ વેપારીઓ સુધી રેલો આવે તેમ મનાય રહ્યું છે
રાજ્યમાં મોટાપાયે આઇફોનમાં જીએસટી અને કસ્ટમ ચોરી થઈ રહી છે જેમાં સબંધિત અધિકારીઓ દ્વારા તપાસ થતી નહિ હોવાનું સામે આવી રહયું છે,કારણકે લાખ્ખો રૂપિયાના વ્યવહાર થતાં હોવા છતાં થઈ રહેલી ચોરી સરકારી તિજોરીને નુકશાન કરાવી રહ્યા હોવાની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.
વડોદરામાં રૂ ૮.૫૦ કરોડની જીએસટી ચોરી પ્રકરણે અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે સુરતમાં મોટાપાયે આઇફોન વેચાઈ રહ્યા છે અને તેમાં મોટાપાયે ઘાલમેલ થઈ રહી હોવાની ચર્ચા તપાસનો વિષય બની છે.
સુરતમાં દૌલા અંજુમ સુરત , બાટલીવાલા સરફરાઝ સુરત, હેવમોર મોબાઇલ સુરત, માચીસ વાલા હુસેન સુરત, નિઝામ સુરત (નિઝામ આઈ શોપ) સામે આંગળીઓ ઉઠવા પામી છે અહી મોટાપાયે આઇફોન નો જથ્થો
મુંબઈ, કલકત્તા,અમદાવાદ , ચેન્નાઇ એરપોર્ટ પર ઉતરી તેનો સીધો કેશમાં નિકાલ થઈ થયાની વાતો તપાસનો વિષય બની છે જો આવું હોયતો હવાલા પ્રકરણમાં પણ ઇડી દ્વારા તપાસ થઈ શકે તેમ છે.
અંજુમ ખુબજ જાણીતું નામ છે અને દુબઈ થી વહીવટ થઈ રહ્યાની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.
સુરતમાં આઇફોન માર્કેટમાં કાઠું કાઢનાર અને કથિત રીતે જીએસટી વગર ધંધો કરતા દૌલા અંજુમ,બાટલી વાલા સરફરાઝ, હેવમોર,માચીસ વાલા હુસેન,નિઝામ વગરે ભારે ચર્ચામાં આવ્યા છે અને કલકત્તા, અમદાવાદ,ચેન્નાઇ એરપોર્ટ ઉપરથી જે કથિત રીતે મોટાપાયે હેરાફેરી થઈ રહી છે તેમાં કોણ કોણ અધિકારીઓ સામેલ છે તે પણ તપાસનો વિષય છે.
આમ,રાજ્યમાં મોટાપાયે જીએસટી અને કસ્ટમ ડ્યુટીમાં ચોરી થઈ રહ્યાની વાતો વચ્ચે આખા કૌભાડમાં ક્યાં મોટા વગદાર માથાઓ સામેલ છે અને કોણ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યું છે તે આખો મામલો તપાસનો વિષય બન્યો છે.
સત્યડે આ ચોંકાવનારા પ્રકરણનો પર્દાફાશ કરશે (ક્રમશ:)