અબજોપતિ હીરાના વેપારી અને પીએનબી બેન્કના કૌભાંડી નીરવ મોદીના સચિન ખાતે આવેલા ફાયર સ્ટાર યુનિટ તેમજ દિલ્હી ગેટ બેલજીયમ ટાવર ખાતે આવેલ ઓફિસમાં સીબીઆઈ અને ઇડી દ્વારા સયુંકત રેડ કરવામાં આવી છે. બંને તપાસ એજન્સીના અધિકારીઓના કાફલા દ્વારા વહેલી સવારથી તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે.
નીરવ મોદી સામે રૂ 11 હજાર કરોડના છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.પંજાબ નેશનલ બેંક(PNB) સાથે છેતરપિંડી કરવાના મામલામાં સીબીઆઈએ નીરવ મોદી તેમજ તેમના પત્ની અમી અને તેમના ભાઈ સામે કેસ દાખલ કર્યો છે. એફઆઈઆર થયા બાદ નીરવ મોદીના સચિન અને સુરતના દિલ્હી ગેટ આવેલી ઓફિસ પર સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ દવારા સયુંકત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સચિન ખાતે આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા યુનિટ 2માં નીરવ મોદીનું ફાયર સ્ટાર નામ ડાયમન્ડ યુનિટ આવ્યું છે . 100 વારના ચાર ગાળામાં સ્થાપિત ફાયર સ્ટારમાં જ્વેલરી મેકિંગનો કામ ચાલે છે. જેમાં 1000 જેટલા કારીગરો કામ કરે છે. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ની ચાર ગાડીનો કાફલો વહેલી સવારથી જ નીરવ શાહની આ યુનિટ પર પહોંચી ગઈ હતી. નીરવ મોદીના યુનિટના કર્મચારીઓ અને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ થી ઇડી અને સીબીઆઈ નાઅધિકારીઓ એ પૂછપરછ હાથ ધરી હતી અને કેટલાક દસ્તાવેજોની તપાસ કરી તેમને જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે. નીરવ મોદીના સચિન સેઝ યુનિટથી જ્વેલરી વિદેશોમાં એક્સપોર્ટ થતી હતી. આ યુનિટથી કેટલો કારોબાર નીરવ શાહ દ્વારા કરવામાં આવે તે અંગે પણ અધિકારીઓ તપાસ હાથ ધરી છે..સાથે સુરતના દિલ્હી ગેટ ખાતે આવેલા બેલજીયમ ટાવરના પાંચમા માળે આવેલા ઓફિસ પર સીબીઆઈ અને ઇડીના અધિકારીઓની નજર છે જોકે આ ઓફિસ સવારથી બંધ હતી.