વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબાનું વહેલી સવારે નિધન થતા તેઓ રાયસણ પહોંચ્યા છે વહેલી સવારે માતૃશ્રી હીરાબાનું નિધન થયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા છે.

હીરાબા શ્વાસની તકલીફના કારણે મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતા
અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે