ટામેટાંના ભાવ તળિયે જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ છે બિયારણ, મોંઘી દવા અને મજૂરીના પૈસા પણ નીકળ્યા નથી અને દેવું થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવી રહયો છે ત્યારે સરકાર ટેકાના ભાવ માટે યોગ્ય કાર્યવાહી કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે
રાજ્યમાં સારા ભાવ મળવાની આશાએ આ વર્ષે ખેડૂતોએ 1.84 લાખ હેકટરમાં ટામેટાંનું વાવેતર કર્યું છે પણ ભાવ ગગડી જતાં ખેડૂતોને રૂ.350 કરોડનો આર્થિક ફટકો પડયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઠેક મહિના અગાઉ છૂટક
બજારમાં કિલો ટામેટાનો ભાવ રૂા.૧૦૦ સુધી પહોંચતા ખેડૂતોએ આ વખતે સારા ભાવ મળશે તે આશાએ ખર્ચો કરી ટામેટાંના પાકનું ઉત્પાદન કર્યું હતું પણ માર્કેટમાં ખેડૂતો પાસેથી નજીવી કિંમતે ટામેટાં ખરીદી હાલ બજારમાં રૂા.૧૫-૨૦કિલો ટામેટા મળી રહ્યા છે. પણ ખેડૂતોએ માત્ર રૂા.૨-૩ કિલો ટામેટા વેચવા પડે છે અને
વચેટિયા વધુ કમિશન મેળવે છે. ટામેટાના બિયારણની એક પડીકીનો ભાવ રૂા.૧૩૦૦ છે તેનોય ખર્ચ નીકળતો નથી.
માત્ર શિયાળામાં જ ૧૫ લાખ ટામેટાનુ ઉત્પાદન થાય છે. ખેડૂતો કહે છેકે,હાલ એક ટન ટામેટાનો ભાવ રૂા.૩ હજાર મળે છે જે વાસ્તવમાં રૂ।.૧૦ હજાર મળવા જોઇએ.
ગત વર્ષે ૧.૫૮ લાખ હેક્ટરમાં ટામેટાનુ વાવેતર થયુ હતુ. આ વર્ષે ૧.૮૪ લાખ હેક્ટરમાં ટામેટાનુ વાવેતર થયુ છે.
મધ્યગુજરાતમાં સૌથી વધુ ૮.૩૦ લાખ ટન ટામેટાનુ ઉત્પાદન થાય છે. ગુજરાતમાં હેક્ટરમાં સરેરાશ ૨૯-૩૦ ટન ટામેટા પાકે છે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક હેક્ટરમાં ૩૫-૩૭ ટન ટામેટાનુ ઉત્પાદન થાય છે. ખેડૂતોને આજે પાકની પડતર
કિમત પણ મળતી નથી.
સિઝનની શરૂઆતમાં ટામેટાના સારા ભાવ મળ્યા હતા તે વખતે મણ ટામેટાનો ભાવ રૂ।.૪૦૦-૫૦૦
મળતો હતો પણ અચાનક મણના રૂ.25 થી 50 સુધી ભાવ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર કોઈ રસ્તો કાઢે તેવી માંગ ઉઠવા પામી છે.