વડોદરામાં જૈનોની રેલી નીકળી હતી અને પાલીતાણામાં હિન્દુ અને જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર લોકોને પાસા કરવા જૈન અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
જૈનોનું કહેવું છે કે જૈન લોકો હિન્દૂ હોવાછતાં તેમને જુદા કહી અલગ પાડી બન્ને વચ્ચે સંઘર્ષ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કરતા દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે જ્યારે ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પાલિતાણામાં સ્થાનિક વ્યક્તિ માના ભરવાડ સહિતના લોકો દ્વારા હિન્દુ-જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરી રહયા હોય તેના વિરોધમાં આજે વડોદરામાં જૈનો દ્વારા રેલી યોજી આવા લોકો સામે કડક પગલાં ભરવા માંગ થઈ છે.
જૈનો અને હિંદુ જાણે જુદા હોય તે રીતે માહોલ ઉભો કરી વૈમન્ય ફેલાવનારા માના ભરવાડની પોલીસે હાલ ધરપકડ કરી છે પણ તેને પાસા થવી જોઇએ તેવી માંગ થઈ છે આ માના ભરવાડ શેત્રુંજય પર શ્રદ્ધાળુઓને લઇ જતાં ડોલીવાળાઓ પાસેથી ગેરકાયદે વસૂલી કરતો હોવાની સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત શેત્રુંજય પર્વત પર થઈ રહેલી ખનન પ્રવૃત્તિ રોકવા સરકારે પગલા લેવા માંગ કરી છે.
કૃપાબિંદુ મહારાજ સહિત સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજે રેલી યોજી વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાંમુખ્ય બે શેત્રુંજયતીર્થમાં અતિક્રમણ દૂર કરવા જણાવાયુ છે અગાઉ મુગલ શાસન અને ત્યાર બાદ અંગ્રેજોના શાસનમાં પણ લેખિતમાં અપાયું છે કે શેત્રુંજય જૈનોનું તીર્થ છે.
આ દસ્તાવેજોને આધારે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આ તીર્થ જૈનોનું છે.
આમ,જૈન કોઈ જુદા નથી અને હિન્દૂ છે તેઓ લગ્નમાં પણ ગણેશજીની પૂજાથી શરૂઆત કરે છે તેથી હિન્દૂ જ છે ત્યારે જૈન અને હિન્દૂ ને જુદા પાડવાના પ્રયાસને વખોડી કાઢ્યો હતો.