જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ ઉપર દમન થઈ રહ્યું છે અને વધુ પાંચ હિન્દુઓની હત્યા થઈ છે અહીં આધાર કાર્ડ જોઈને હિન્દૂ હોયતો મારી નાખવામાં આવતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
જમ્મુમાં રોજૌરીના ડાંગરી ગામમાં આતંકીઓ હવે હીન્દુઓને ટાર્ગેટ કરી રહયા છે અને આધાર કાર્ડમાં નામ જોઈ હિંદુઓની હત્યાઓ કરી રહયા છે.
આજે સોમવારે સવારે IED બ્લાસ્ટમાં કરાયો જેમાં એક બાળકીનું મૃત્યુ થઇ ગયુ હતુ જ્યારે 5 ઘાયલ થયા હતા જે પૈકી એક હાલત ગંભીર છે.
ધમાકો એ ઘરોમાંથયો, જ્યાં રવિવાર સાંજે આતંકવાદીએ ફાયરિંગ ક્યું હતું. આ આતંકી હુમલામાં 4 હિંદુઓના જીવ ગયા અને 7 ઘાયલ થયા છે.
લોકોએ જણાવ્યું કે રવિવાર સાંજે આતંકવાદીઓ અહીં આવ્યા હતા અને લોકોને ઘરમાંથી બહાર કાઢી કાઢી તેઓ દરેકનાં આધારકાર્ડ ચેક કર્યા જેમાં હિન્દૂ હોવાની ખાત્રી થયા બાદ તેમણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું આ હુમલામાં સતીશકુમાર (45), પ્રીતમલાલ (56), શિવપાલ (32)નું મૃત્યુ થઇ ગયું. ચોથા મૃતકનું નામ જાણવા મળ્યું નથી.
આમ,હવે કાશ્મીરમાં માત્ર પંડિત નહીં પણ કોઈપણ હિન્દૂ જણાય તો અહીંથી ભગાડવા માટે કાવતરું શરૂ થયું છે જેનો અલ્પ સંખ્યક હિંદુઓ વિરોધ કરી રહયા છે.