વડોદરામાં રોમિયોગીરી કરતા તત્વોને પાઠ ભણાવનાર બે મહિલા પોલીસકર્મીઓનું પોલીસ કમિશનર દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા.
વડોદરામાં યુવતીઓની છેડતી કરનારા રોમિયોને સુધા કરવા શી ટીમ કાર્યરત છે અને આવા ટપોરીઓ સામે એક્શન લેવામાં આવી રહયા છે,તેવે સમયે વડોદરાના સયાજીંગજ પોલીસ સ્ટેશનની શી ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિબેન ભરતભાઇ તથા મિત્તલબેન કાંતીલાલ નામના મહિલા પોલીસ કર્મચારીઓએ રોમિયોગીરી કરતા તત્વોને પકડી પાઠ ભણાવતા રોમિયોગીરી કરનારા ફફડી ઉઠ્યા છે.
પરિણામે આ બંને મહિલા પોલીસ કર્મચારીઓ જાગૃતિબેન અને મિત્તલબેનને વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા કોપ ઓફ ધ મન્થ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ બંનેએ છેલ્લા એક વર્ષમાં 22 સફળ ટપોરી ડિકોઇ કરી મહિલાઓની છેડતી કરનાર ટપોરીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. શહેરની શી ટીમ દ્વારા એક વર્ષમાં 94 સફળ ડિકોઇ કરી કુલ 116 ટપોરીઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.