આજકાલ જ્યારે પિક્ચર જોવા ટોકીઝમાં જ્યારે જવાનું થાય ત્યારે
સિનેમા હોલમાં મોંઘી ખાણી-પીણીની વસ્તુ ખરીદવી મધ્યમ વર્ગના માણસને પોસાતી નથી અને બહારની વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવતી નથી ત્યારે આવી મોંઘીદાટ વસ્તુ વેચવા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને માલિકને નિયમ-શરતો નક્કી કરવાનો અધિકાર છે.
CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચે અરજી પર સુનાવણી કરતા બેંચે કહ્યું કે, સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને જે અંતર્ગત નિયમો-શરતો લાગુ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, કોઈ દર્શક સિનેમા હોલમાં પ્રવેશે છે, તો સિનેમા હોલના માલિકના નિયમોનું પાલન કરવાનું રહેશે.
મલ્ટિપ્લેક્સમાં ખાવાનું વેચવું કોમર્શિયલ મામલો છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટના નિર્ણયને રદ કર્યો છે, જેમાં મલ્ટિપ્લેક્સ અને મૂવી થિયેટરોમાં લોકોને પોતાનો ખાણી-પીણીનો સામાન લઈ જવા પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટના 2018ના ચુકાદાને પડકારતી થિયેટર માલિકો અને મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેંચની સુનાવણી કોર્ટ કરી રહી હતી
BOOKMYSHOW એપ અનુસાર, ગુરુગ્રામમાં એમ્બિયન્સ મોલ અને સિટી સેન્ટરમાં, PVR પર પોપકોર્નનો ભાવ સ્વાદ અને ટેસ્ટના આધારે લગભગ 340-490 રૂપિયા છે. જ્યારે પેપ્સીનો ભાવ લગભગ 330-390 છે. બીજી તરફ બેંગલુરુમાં ફિનિક્સ માર્કેટસિટી મોલમાં PVRમાં પોપકોર્નની કિંમત 180-330 રૂપિયા છે.
આમ,સીનેમાહોલમાં મોંઘી વસ્તુ વેચવા તેઓનો અધિકાર હોવાનું કોર્ટે જણાવતા હવે ભાવમાં કોઈ ફેર નહિ પડે.