વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ લડીને જીતી ગયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાછતાં ભાજપે તેમને કોઈ રીપ્લાય આપ્યો નથી.
વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ એ સમયે તેમણે રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર આપીને ટેકો જાહેર કર્યો હોવાછતાં ભાજપમાંથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને સેન્સ પ્રક્રિયામાં પહોંચેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ટીકીટ નહિ આપતા તેઓએ ગત ચૂંટણીની જેમ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હવે ભાજપને સમર્થન આપી રહયા છે પણ ભાજપ તરફથી કોઈ પ્રત્યુતર મળ્યો નથી.