વડોદરામાં ઐતિહાસિક ન્યાયમંદિર તેમજ બાજુમાં સુરસાગર તળાવની મધ્યમાં શિવજીની સુવર્ણ જડિત ઉંચી પ્રતિમા અને તળાવની બાજુમાં જ મ્યુઝિક કોલેજ આ બધું ખુબજ આકર્ષક છે અને પર્યટકો માટે એક સારી જગ્યા છે પણ વર્તમાન સમયમાં આ વિસ્તારની ગીચતા, ટ્રાફિકનું ભારણ તથા લારીઓના કારણે આ હેરીટેજ ઇમારતની ખાસ નોંધ લેવાતી નહિ હોય જો પ્લાનિંગ મુજબ આ વિસ્તારને વિકસાવવામાં આવે તો શહેરની એક આગવી ઓળખ ઉભી થઈ શકે તેમ હોઈ ન્યાયમંદિરની સામે આવેલા પદમાવતી શોપીંગ સેન્ટર કે જે વર્ષો જુનુ હોવાના કારણે મેન્ટેનન્સ પણ વધુ માંગે છે અને ટ્રાફિકને પણ ધણું અડચણરૂપ થાય છે. ત્યારે આ પદમાવતી શોપીંગ સેન્ટરને દૂર કરવું જાઈએ અને આ શોપિંગ સેન્ટરના જે દુાકનદારો છે તેઓને ઘંઘા રોજગારના નિતિ નિયમો મુજબ વૈકલ્પિક જગ્યા આપવાનુ આયોજન કરવા
રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે., જેમાં તેમણે જણાવ્યું છે કે શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોના સંદર્ભમાં આયોજન હાથ ધરવા, અને શહેરના આ હેરીટેજને વિશ્વ કક્ષાએ લઇ જવા શું થઈ શકે તે માટે સંલગ્ન વિભાગો તથા અધિકારીઓ એક મીટીંગ ત્વરિત યોજીને ચર્ચા વિચારણા કરવા ઉપર ભાર મુક્યો છે ત્યારે આગામી સમયમાં આ અંગે કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા છે.