રાજકોટના ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે થયેલી બબાલ પ્રકરણ હાલપણ ભારે ચર્ચામાં રહ્યું છે ત્યારે રીબડા ગામે મારામારીના કેસમાં અનિરૂદ્ધસિંહના દીકરા રાજદીપ સિંહ સહિતના 3 લોકોના આગોતરા જામીન રદ થયા છે.
રીબડામાં 22 ડિસેમ્બરે મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને ગન દેખાડી ધમકી આપ્યાના આક્ષેપ સાથે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ સહિત 3 લોકો સામે ગુનો દાખલ થયો છે.
જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આ પ્રકરણને રાજકીય ચાલ ગણાવી હતી.
વિગતો મુજબ અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહીત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી.
દરમિયાન સત્યજીતસિંહ જાડેજા, ઉત્તમસિંહ જાડેજા અને ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જે ગોંડલ કોર્ટે ફગાવી દીધી હતી.