આબુમાં બર્ફીલી ઠંડીનો માહોલ જામ્યો છે અને અહીં મોટાભાગના ગુજરાતીઓ બર્ફીલો આનંદ માણવા આબુમાં પહોંચ્યા છે અને કાશ્મીરમાં ગયા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે કારણકે કાશ્મીર જેવા સ્થળોએ જવા મોટો ખર્ચ કરવો પડે પણ ગુજરાત સરહદ અડીને આવેલા આબુમાં જવા માત્ર 500માં જઇ શકાય છે જ્યાં બર્ફીલી મોજ માણી પરત આવી જવાય છે.
માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે, જ્યારે હોટલો હાઉસફુલ થઈ ગઈ છે.
માઉન્ટ આબુમાં બે દિવસ પહેલા તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રી સુધી થઈ ગયું હતું,
જ્યારે આજે તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે.
સહેલાણીઓ અને સ્થાનિકો બર્ફીલી ઠંડીનો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.
છેલ્લા એક-બે અઠવાડિયાથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુનું તાપમાન માઇનસમાં નોંધાય છે.
ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આબુમાં આ પ્રકારનો માહોલ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે.મ
હત્ત્વનું છે કે કાશ્મીર-શિમલા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવા ગુજરાતીઓને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે પણ રાજ્યની બોર્ડર ઉપર આવેલા આબુમાં ગુજરાતીઓને અહીં સસ્તામાં પ્રવાસ થાય છે અને બજેટ મુજબ ખર્ચ કરી કાશ્મીર-શિમલા જેવો અનુભવ માણી પરત આવી જાય છે.