દિલ્હીમાં મહિલાઓની છેડતીના બનાવો સતત વધી રહયા છે ત્યારે રોહિણી વિસ્તારમાં એક બસમાં મુસાફરી કરી રહેલી યુવતીની સામે એક જાકિર નામના વ્યક્તિએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢી છોકરીની સામે હસ્તમૈથુન” કરવાનું ચાલુ કરી દેતા છોકરી ગભરાઈ ગઈ હતી અને આઘાત પામી હતી અને તેણે તાત્કાલિક બસનું રહેલું એલાર્મ વગાડ્યું હતું આ પછી બસમાં તૈનાત માર્શલે આવીને હસ્ત મૈથુન કરી રહેલા ઇસમને પકડી પાડ્યો હતો.બાદમાં પોતાની ભૂલનું ભાન થતા તે ઇસમ મોટેથી રડી પડ્યો હતો અને પોતાને જવા દેવાની વિનવણી કરવા લાગ્યો હતો
બિહારના રહેવાસી આ ઇસમે પોતાનુ નામ જાકિર જણાવ્યું હતું પોલીસે જાકિરની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આમ,દિલ્હીમાં મહિલાઓ ને જોઈ રોમિયો હવે જાહેરમાં જ આવી હરકતો કરતા હોય મહિલાઓ માટે એકલા નીકળવું મુશ્કેલ બન્યું છે.