રાજ્યમાં કહેવાતી દારૂબંધી વચ્ચે અમદાવાદમાં દારૂની હાટડીઓ ધમધમી રહી છે અને દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહયા છે. અહીં પોલીસની મહેરબાનીથી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ રામગલી ખાતે ખુલ્લે આમ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે.
મણીનગર પોલીસ સ્ટેશનની હદમાં રામગલી ખાતે ખાતે ખુલ્લે આમ ચાલી રહ્યો છે દેશી દારૂનો અડ્ડો
અમદાવાદના આ વિસ્તારમાં દેશી દારૂની જોઈએ તેટલો મળી રહ્યો છે.અહીં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર ધમધમી રહ્યો છે.
જ્યારે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં ઓડ કમોડ ખાતે ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહયા છે.
ગુજરાતમાં કહેવાતી દારૂબંધીને કાગળ ઉપર જોવા મળી રહી છે.
તાજેતરમાં ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેને લઈને સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવા સરકારે પોલીસને સૂચના આપતા થોડા દિવસ માટે એક્શન મોડમાં આવી ગયેલી પોલીસ ફરી નિષ્ક્રિય થઈ ગઈ છે અને હવે ફરી દેશી દારૂના અડ્ડા ચાલુ થઈ ગયાની વાતો સપાટી ઉપર આવી રહી છે.
અમદાવાદમાં મણિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અને અસલાલી પોલીસ હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાએ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે.