રાજ્યમાં સૌ પ્રથમ વડોદરામાં વ્યાજખોરી કરીને કરેલી કમાણીથી વસાવેલી મિલકતો ઇડીની મદદથી શોધી કાઢી જપ્ત કરાશે જેમાં આયકર વિભાગની મદદ લેવામાં આવશે.
વડોદરા પોલીસ કમિશનરે વ્યાજખોરોની પ્રવુતિને ડામવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.
રાજ્યમાં સૌ પ્રથમ વાર વડોદરામાં ઈડી ની મદદથી વ્યાજના પૈસાથી બનાવેલી મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થનાર છે. વ્યાજખોરોની વિરૂદ્ધમાં ગૃહમંત્રીના આદેશ મુજબ ઝુંબેશ શરૂ થઈ છે. વ્યાજખોરો સામેના અભિયાનમાં પાંચ દિવસમાં 7 ગુના નોંધ્યા છે અને 4 લોકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
માંજલપુરના લોકદરબારમાં 9 ફરિયાદો આવતા કાર્યવાહી કરવા એસીપી-ડીસીપીને સુચના આપી છે.
જાહેર જનતાને નિવેદન છે કે 100 નંબર, પોલીસ મથકમાં કે લોક દરબારમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.
માંજલપુરમાં નિરજ ઐયરની ફરીયાદને આધારે વ્યાજખોર નરેશ માળી જ્યારે રાવપુરા પોલીસે વ્યાજખોર અવતારસીંગ, રણજિત રાણા, પ્રતાપસિંહ ચંદ્રાવત સહિત 11 વ્યાજખોરોની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે વ્યાજખોરોએ આયકર વિભાગમાં દર્શાવેલી આવક કરતાં વધારે સંપતિ હશે તો જપ્ત થશે. ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી એક વ્યાજખોરની આવક અંગેની વિગતો મંગાવી છે. અમારી પ્રાથમિક તપાસમાં એને વ્યાજખોરીથી અઢળક સંપતિ વસાવી હોવાનું બહાર આવ્યું છે. વિગતો આવ્યા બાદ ઇડીની મદદથી મિલકતો જપ્ત કરાશે.