વડોદરાના ડભોઈ ખાતે આવેલી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપ. બેન્ક કરોડોના કૌભાંડનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
ગુજરાતના સૌથી મોટા કૌભાંડમાં ખુદ ડિરેક્ટર્સ લોન કૌભાંડમાં સામેલ હોવાની વાત સામે આવી છે અહીં રિઝર્વ બેંકના નીતિ નિયમો ઘોળીને પી જવામાં આવ્યા છે અને કરોડોનું કરી નાખવામાં આવ્યું હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
લાખ્ખોની લોન આપવામાં એક મામલામાં ગેરેન્ટરના ડોક્યુમેન્ટ લેવાની તસ્દી લેવામાં આવી નહિ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે જે અંગે ઉચ્ચસ્તરે રજુઆત પણ થઈ છે.
તમામ નિયમોને નેવે મૂકી જે રીતે મોટા વ્યવહાર થયા છે તે મામલે ડભોઈ ટાઉનમાં ભારે ચર્ચા છે.
સત્યડે ની ટીમે ડભોઈ ટાઉનમાં જઇ જ્યારે શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપ. બેન્કની મુલાકાત લીધી ત્યારે બેન્ક મેનેજર સુરેશ પટેલે આ અંગે બેંકની ગોપનીયતાનું કારણ આગળ ધરી કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે બેંકના સભાસદ રમાકાન્ત કંસરાએ આ અંગે જિલ્લા સબરજીસ્ટારને પણ ફરિયાદ કરી છે.
જેમાં ચોંકાવનારા આક્ષેપ થયા છે અને રૂ.70 લાખના લોન મામલામાં બેન્ક દ્વારા કરવામાં આવેલી શંકાસ્પદ કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે.
આજ મેટરમાં ગેરેન્ટર ની સહી લઈ તેઓના કોઈપણ ડોક્યુમેન્ટ લેવાની તસ્દી લેવામાં નહિ આવ્યા અંગેની વાત પણ એટલીજ વિવાદાસ્પદ બની છે અને આ મામલે ઉચ્ચસ્તરે રજુઆત થઈ છે ત્યારે આ સિવાય અનેક ભેદી વાતો સામે આવતા ભારે ચકચાર મચી છે અને સત્યડે આ મામલે ઇન્વેસ્ટિગેશન કરી સમગ્ર મામલાને લોકોની સામે લાવવા કટિબદ્ધ છે.
હાલના એમડી ભૂપેન્દ્ર કંસારાને આ મામલે પૂછતાં તેઓએ આ બધું આગળથી ચાલતું આવ્યું હોવાની આડકતરી કબૂલાત કરી હતી ત્યારે હવે સવાલ એ થાય છે કે શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપ. બેન્કમાં ગાજેલા આ કૌભાંડમાં મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે અને સત્યડે ઉપર સમગ્ર મામલે પર્દાફાશ કરવામાં આવશે.
સત્યડે ના ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી વાતો રેકર્ડ થઈ છે અને મોટા કૌભાંડમાં અનેક ઘરભેગા થવાની શકયતા છે.