ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અજિત અગરકરની લવસ્ટોરી એક ફિલ્મની વાર્તા જેવી છે,જેમાં સમાજ,પરિવારની પરવા કર્યા વગર તેણે પોતાની પ્રેયસી સાથે લગ્ન કર્યા હતા.
વર્ષ 1999માં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર અજિત અગરકરનો જન્મ એક મરાઠી પંડિત પરિવારમાં થયો છે પણ તેને પોતાના મુસ્લિમ મિત્ર મઝહરની બહેન ફાતિમા ગમી જતા તેણે ફાતિમા સાથેજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ફાતિમાની મુલાકાત મેચ દરમિયાન બંનેની થઈ હતી.
જ્યારે મઝહર અજીતની મેચ જોવા જતો તો ક્યારેક પોતાની બહેન ફાતિમાને તેની સાથે સ્ટેડિયમમાં લઈ જતો હોય અહીંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીરે ધીરે બંને મિત્રો બની ગયા હતા ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું પણ મિત્રની બહેન અને તે પણ મુસ્લિમ, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનાઆ દિગ્ગજ ખેલાડીને લગ્ન કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.
જોકે,સમાજ અને પરિવારના વિરોધ વચ્ચે અજિતે 9 ફેબ્રુઆરી 2002ના રોજ ફાતિમા ખડલી સાથે લગ્ન કરી લીધા હતા.
આ લગ્નની મીડિયામાં ખૂબજ ચર્ચા થઈ હતી અને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો.
જોકે,તેઓ હાલમાં સુખી જીવન જીવી રહયા છે અજીત અને ફાતિમાને રાજ નામનો પુત્ર પણ છે.
ક્રિકેટર અજિત પોતાની પત્ની અને પુત્ર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.