ફિલ્મ એક્ટ્રેસ રાખી સાવંતે આખરે પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે શાદી કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે.
બંને લાંબા સમય સુધી રિલેશન શિપમાં રહયા બાદ રાખીએ આદિલ સાથે શાદી કરી લીધી હોવાના સમાચારો સામે આવતા ચાહકો ચોંકી ઉઠ્યા હતા.
હાલમાં રાખી અને આદિલની શાદીની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે
રાખી સાવંતે આદિલ સાથે શાદી કર્યા બાદ ઈસ્લામ કબૂલ કરી લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખીએ ગયા વર્ષે તારીખ 29 મે 2022ના રોજ ગુપ્ત રીતે આદિલ સાથે નિકાહ કર્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને હવે આ નિકાહ બાદ મેરેજ સર્ટિફિકેટમાં રાખીનું નામ ફાતિમા થઈ ગયું છે.